Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભાગેડુ દુલ્હનઃ ગુજરાતના ૧૪ જિલ્લામાં એક જ યુવતીના ૨૭ વાર લગ્ન કરાવ્યાઃ લગ્ન વાંચ્છુક યુવકો સાવધાન

મલેશિયા કાંડની મુખ્ય સૂત્રધાર ભરૂચની મહિલા ઝડપાઇઃ લગ્નના નામે છેતરપિંડી કરતી મહિલા મલેશિયા જતી રહી હતી

નવી દિલ્હી, તા.૨૮: સમગ્ર ગુજરાત રાજયમાં તેમજ દેશના અન્ય વિસ્તારોમાં પણ લગ્ન અંગેના કૌભાંડ ચાલી રહ્યા છે ત્યારે એક જ યુવતીના ૨૭ થી વધુ લગન કરાવનાર મહિલા ઝડપાઈ હતી. આરોપી મહિલાએ યુવતીનું જાતિય શોષણ પણ કરાવ્યુ હતુ પરંતુ ભોગ બનનાર યુવતીએ મલેશિયા ખાતે પોલીસને જાણ કરતા મલેશિયા પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લગ્ન સંબંધમાં પણ ચાલતી છેતરપીંડી અંગેના ગુનાની વિગત જોતા વહીદા ઉર્ફે મુન્ની ઉર્ફે મિના અલ્લારખા પઠાણ રહે. રૃંગટા સ્કુલની પાછળ સુથીયા પુરાની ખાડીમાં આ મહિલાએ તેની પાડોશમાં રહેતી છોકરીને લગ્ન કરાવી આપવાની લાલચ આપી ફસાવી હતી. જુદા જુદા નામ સાથેના બોગસ દસ્તાવેજો ઉભા કરી એક જ યુવતીના ૨૭ કરતા વધુ લગ્નો કરાવી છેતરપીંડી કરી હતી.

ભરૂચ બી.ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો પણ નોંધાયો હતો. ગુજરાત રાજયના જુદા જુદા રાજયમાં લગ્નના નામે

છેતરપીંડીના કારસા કરતી આ આરોપી મહિલા યુવતી સાથે મલેશિયા જતી રહી હતી અને ત્યાં પણ યુવતી પાસે દેહવિક્રયનો ધંધો કરાવવા માંગતી હોય અને યુવતીને પસંદ ન હોય તેણે વિરોધ કર્યો હતો. તેમજ મલેશિયા પોલીસને જાણ કરી હતી જેથી મલેશિયા પોલીસે આરોપી મહિલાની અટક પણ કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાની સુચના અનુસંધાને જિલ્લા બહારના નાસતા ફરતા આરોપી પકડવા તથા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલ ફરારી કેદી આરોપીઓ શોધી કાઢવા અંગે પોસઈ બી.ડી.વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન બાતમીના આધારે ભરૂચ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણની તા.૨૭-૫-૨૧ ના રોજ તેના ઘર ખાતેથી અટક કરવામાં આવેલ છે.

(10:28 am IST)