Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કેવડીયા ટેન્ટ સીટી -1 ખાતે વધારાનું દબાણ સ્વયં દૂર કરવાની કામગીરી ચાલુ : લલ્લુજી એન્ડ સન્સનાં એમ.ડી. પાસેથી વૃક્ષ કાપવા બદલ એક લાખ વસુલ કરાયા

દીપાન્સુ અગ્રવાલ કેવડિયા આર.એફ.ઓ.સમક્ષ હાજર થઈ વનને નુકસાન કરવાનો ગુનો કબૂલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા રેન્જમાં થયેલા ગુના મુજબ નઘાતપોર રાઉન્ડ હેઠળ આવતા ટેન્ટ સિટીની બાજુમાં સરકારી જમીનમાં રહેલ અનામત પ્રકારના સાગ અને ખાખરનાં 9 જેટલા વૃક્ષ કાપી નાંખતા કેવડિયા આર.એફ.ઓ. વિરેન્દ્રસિંહ ઘરીયા સમક્ષ આજે સુનાવણીમાં લલ્લુજી એન્ડ સન્સ તરફથી એમ.ડી.દીપાન્સુ અગ્રવાલ (હે. ૬૪, વસંત બહાર ઉમિયા માતાજીના મંદિર પાસે, અમદાવાદ )  રૂબરૂ હાજર થતા ભારતીય વન અધિનિયમ કલમ મુજબ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાંથી અનામત પ્રકારના 9 જેટલા વૃક્ષો 0.234 ઘનમીટર કાપતા અને વન ઉનમુલન કરવું,જંગલ જમીન માં અપ્રવેશ કરવો,વૃક્ષ પાડવા અને ઇમારતી લાકડું લઈ જઈ અને વનની જમીન પર બાંધકામ કરવું અને જંગલને કરેલ નુકસાની બદલ કરેલ ગુનાની કબૂલાત આપતા વળતર પેટે નિયમ અને કાયદા મુજબ 1,00,000₹ વસુલ કર્યા હતા.અને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરવા સખ્ત તાકીદ કરવામાં આવી હતી

(10:18 pm IST)