Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

IPL ટીમને અભિનંદન પાઠવતા કોંગ્રેસના પોસ્ટર હટાવાતા કોંગ્રેસ – ભાજપ વચ્ચે વિવાદ સર્જાયો

શું IPL પોસ્ટરમાં સરદાર પટેલનું નામ હોય તો ભાજપને ન ગમે?: સરકારે બેનર હટાવી સરદાર પટેલ સાહેબનું અપમાન કર્યું : ધારાસભ્ય હિંમતસિંહ પટેલ

અમદાવાદ : IPL ટીમને અભિનંદન પાઠવતા કોંગ્રેસના પોસ્ટર હટાવાતા કોંગ્રેસ – ભાજપ વચ્ચે નવો વિવાદ સર્જાયો છે. આ મુદ્દે ધારાસભ્ય હિંમતસિંહ પટેલએ કહ્યું હતું કે, સરદાર પટેલ કોંગ્રેસના અધ્યક્ષ હતા.

લોખંડી પુરુષ તરીકે જેમણે દેશમાં નામના મેળવી તેમના નામે ભાજપ મતનું રાજકારણ રમે છે અને શું IPL પોસ્ટરમાં સરદાર પટેલનું નામ હોય તો ભાજપને ન ગમે? અમે તો માત્ર IPL માં ક્રિકેટ ટીમનું સન્માન કર્યું છે. અમે ટીકા ટિપ્પણી નથી કરી.

સરકારે બેનર હટાવી સરદાર પટેલ સાહેબનું અપમાન કર્યું છે. સરદાર પટેલે કોંગ્રેસ પાર્ટી ઊભી કરી હતી અને બધા ધર્મના લોકો તેમને માને છે. આ પોસ્ટર હટાવવાનો જવાબ 2022માં ભાજપે આપવો પડશે.

(10:22 pm IST)