Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું નવું મકાન બનાવ્યું : પુત્રીની પ્રગતિ જોઈ પિતા ભાવુક બન્યા

ભગવાન સત્યનારણની કથા સાથે ગુહ પ્રવેશ કરતી દીકરી સરિતાની મહેનત અને પ્રગતિના સાક્ષી એવા માતા પિતાએ તેને વ્હાલ કરી આશીર્વાદ આપ્યા

સાપુતારા: ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં રહી ને દેશ નું નામ રોશન કરનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ એ પોતાની એક અલગ ઓળખ બનાવી છે, સખત સઘર્ષ અને પરિશ્રમ બાદ પોતાનું સ્વપ્ન એવું નવું મકાન બનાવ્યુ છે, નવા મકાનના ગૃહ પ્રવેશ પ્રસંગે માતા પિતાના આશીર્વાદ લેતા જ પિતા ભાવુક બન્યા હતા અને તેમની આંખો ભરાઈ ગઈ હતી.

ભગવાન સત્યનારણની કથા સાથે ગુહ પ્રવેશ કરતી દીકરી સરિતાની મહેનત અને પ્રગતિના સાક્ષી એવા માતા પિતાએ તેને વ્હાલ કરી આશીર્વાદ આપ્યા હતા, સરિતાએ આ સમયે પોતાનું સ્વપ્ન પૂરું થતા ખુશી વ્યક્ત કરી હતી.

(1:04 am IST)