Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ટપાલની ડિલીવરી હવે આધુનિક થઇઃ દેશમાં પહેલી વખત કચ્‍છ ખાતે ડ્રોનના ઉપયોગથી ટપાલની હેરફેર કરાઇ

ડ્રોન કેટલુ ઉપયોગી છે તેનો પરચો જોવા મળ્‍યોઃ 2 કિલોનું પાર્સલ ફક્‍ત 25 મિનીટમાં 47 કિલોમીટર દૂર પહોંચાડવામાં આવ્‍યુ

ભુજઃ ગુજરાતના છેવાડે આવેલ કચ્‍છમાં એવુ કરાયુ કે આજ દિવસ સુધી દેશમાં નથી થયુ. કચ્‍છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યુ હતુ. જેમાં ભુજના હબાયથી ભચાઉના નેર ગામ સુધી ટ્રાયલ સ્‍વરૂપે ડ્રોન મારફત 2 કિલોનું પાર્સલ મોકલવામાં આવ્‍યુ હતુ. જે માત્ર 25 મિનીટમાં જ 47 કિલોમીટર દુર પહોંચ્‍યુ હતુ અને ડ્રોન પાર્સલ સાથે સફળતાથી લેન્‍ડ પણ થયુ હતુ. જ્‍યારે આ ટ્રાયલમાં દિલ્‍હીના 4 સભ્‍યોની ટીમ પણ ઉપસ્‍થિત રહી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ડ્રોન મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. જેના બાદ તેમણે ડ્રોન ઉડાવ્યુ હતું. પરંતુ ગુજરાતના છેવાડે આવેલા કચ્છ જિલ્લામાં એવુ કરાયુ જે દેશમાં અત્યાર સુધી ક્યારેય થયુ નથી. દેશમાં પહેલીવાર ડ્રોનના ઉપયોગથી ટપાલની હેરફેર કરવામાં આવી છે.  કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિલોમીટર દૂર પહોંચાડાયુ હતું. આમ, ડ્રોન કેટલુ ઉપયોગી છે તેનો પરચો પહેલીવાર જોવા મળ્યો.

અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો આવ્યો છે. પરંતુ આકાશમા ફરતુ ટચૂકડુ ડ્રોન કેટલુ કામનું છે તે કચ્છ જિલ્લામાં પહેલીવાર જોવા મળ્યુ. કચ્છના ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામા આવ્યો. પહેલીવાર ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો છે. ડ્રોનથી ટપાલ સેવા કરવાનુ કામ દેશમાં પહેલીવાર કચ્છમાં થયુ છે.

કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી. ગઈકાલે પહેલીવાર ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ, જે સફળ રહ્યુ હતુ. સવારે 9.11 કલાકે પાર્સલ ડ્રોન દ્વારા હબાયથી રવાના કરાયુ હતુ, જે 9.36 કલાકે નેર પહોંચ્યુ હુતં. આમ, 2 કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિલોમીટર દૂર પહોંચ્યું હતું. લગભગ 47 કિલોમીટરનું અંતર કાપવામાં જ્યા કલાકો લાગી જાય છે, ત્યાં માત્ર 25 મિનિટમાં પાર્સલ પહોંચી ગયુ હતું. ડ્રોન પાર્સલ સાથે સફળતાપૂર્વક લેન્ડ થયુ હતું.

આ પરીક્ષણમાં દિલ્હીની 4 સભ્યોની ટીમ પણ હાજર રહી હતી. આ ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ડ્રોનના ટપાલસેવા ચાલુ કરવામાં આવશે, જેથી ટપાલ સેવા ઝડપી બને. આ માટે અગાઉ પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામા આવ્યો હતો. જેના બાદ પરીક્ષણ હાથ ધરાયુ હતું.

ઉલ્લેખનીય છે કે, જો આ રીતે ડ્રોનના માધ્યમથી વસ્તુઓ પહોંચાડવામાં આવે તો લોકોને ઝડપી સેવા મળશે. સાથે જ તેમની વસ્તુઓ ઝડપથી પહોંચી શકશે. ડ્રોનની ટ્રાયલમાં દવાઓનું 2 કિલો વજનનું પાર્સલ મોકલાયું હતું. આ રીતે અનેક ઉપયોગી વસ્તુઓ મોકલી શકાશે. 

(5:22 pm IST)