Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુરત પોલીસે ગુનાખોરી ડામવા મહાઅભિયાન હાથ ધર્યુઃ પોલીસે રીવોલ્‍વર લઇ ફરતા શખ્‍સની ધરપકડ કરી

ક્રાઇમ બ્રાન્‍ચે બતમીના આધારે કુખ્‍યાત સુર્યા મરાઠી ગેંગના સભ્‍યની ધરપકડ કરીઃ પુછપરછ દરમિયાન આરોપી જીવના જોખમને કારણે ગન લઇને ફરતો હોવાનું જણાવ્‍યુ

સુરતઃ શહેરમાં વધતા ગુન્‍હોના બનાવને લઇ પોલીસ એકશન મોડમાં આવી ગઇ છે. પોલીસે બાતમીના આધારે સુર્યા મરાઠી ગેંગના એક શખ્‍સની રીવોલ્‍વર સાથે ધરપકડ કરી છે. ત્‍યારે સઘન પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્‍યું હતું કે, તે સુર્યા મરાઠીના ગ્રુપમાં અગાઉ કામ કરતો હતો. ત્‍યારે 2019માં સુર્યાની હત્‍યા થયા બાદ ગેંગના બધા સભ્‍યોએ વેડરોડ વિસ્‍તાર છોડી ભાગી છુટયા હતા ત્‍યારે તેને ડર હતો કે અન્‍ય ગેંગના સભ્‍યો તેને મારી ન નાખે તે માટે તેણે મધ્‍યપ્રદેશથી આ રીવોલ્‍વર લીધી હતી.

સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાઓ રોકવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલને લોડેડ રીવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તકેદારી રાખવા પોલીસને સૂચના આપી હતી. સુરત શહેરમાં અસામાજીક તત્વો ઉપર કાઇમ બ્રાંચની ટીમે ખાનગી રાહે વોચ રાખેલ હતી.

દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વેસુ, વી.આર.મોલ સામે આવેલ સુમન આવાસમાં રહેતા કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ લોડેડ રીવોલ્વર સાથે ફરી રહ્યો છે. જેને વોચ ગોઠવી રિવોલ્વર અને 11 કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઝીણવટ ભરી પુછપરછમાં હકીકત તેને જણાવ્યું હતું કે, અગાઉ વેડરોડ ઉપર આવેલ રૂપલ સોસાયટીમાં ભાડાના મકાનમાં નાનપણથી રહેતો હતો. આ વિસ્તારમાં યુ.પી.વાસી ટુનટુન નામનો ઇસમ અને સુર્યા મરાઠી જુથ વચ્ચે કાયમ સંઘર્ષ રહેતો હોય કુખ્યાત સુર્યા મરાઠીએ ગ્રૂપ બનાવ્યું હતું.

જેમાં આરોપી રૂપેશ પણ સુર્યા મરાઠી સાથે કામ કરવા લાગેલો અને સુર્યા મરાઠીની સને-૨૦૧૯ ની સાલમાં હત્યા થયા બાદ સુર્યા મરાઠી ગેંગના માણસો આ વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં રહેવા જવા લાગ્યો હતો. જેમાં આરોપી પણ પોતાના માતા પિતા સાથે વેસુ, સુમન આવાસમાં રહેવા માટે ગયો હતો, પરંતુ તેને ડર હોય કે, તે વેડરોડ ઉંપર જશે ત્યારે તેના ઉપર હુમલો થશે તેવા ડરને લઇને તે આજથી ચારેક મહિના પહેલા મધ્યપ્રદેશ ખાતેથી એક અજાણ્યા ઇસમ પાસેથી રીવોલ્વર અને કાર્ટીઝ નંગ-૧૧ ખરીદ કરી હતી.

(5:23 pm IST)