Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુઈગામ તાલુકાના ગોલપનેસડા ગામમાં ખેડૂતની 11 વર્ષીય દીકરીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરિવારના સભ્યોનો ડોક્ટર પર આક્ષેપ

વાવ:  સુઇગામ તાલુકાના ગોલપનેસડા ગામના ખેડૂતની ૧૧ વર્ષીય દીકરીને કાનમાં ખીલ થતાં સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાંના ફરજ પરના ડો. ચેકો મારી રસી કાઢતા બેદરકારીના કારણે દીકરીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે થરાદ પોલીસ મથકે દીકરીના પિતાએ તબીબ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

સુઇગામ તાલુકાના ગોલપનેસડા ગામના ખેડૂત મેઠાભાઈ સારંગભાઈ જાતે રાઠોડની દીકરી ભૂમિ જેની ઉંમર અંદાજિત આશરે અગિયાર વર્ષ જેને જમણા કાનની નીચેના ભાગે ખીલ થતાં તેમને થરાદની જેજે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા ત્યાં ડોક્ટરે તેને ચેકો મારી તેમાંથી રસી કાઢવી પડશે તેમ કહેતા દિકરીનો પરિવાર દીકરીને સાથે બે દિવસ  જે જે હોસ્પિટલમાં એડમિટ બાદ રજા આપેલ ડ્રેસિંગ કરવા માટે સરકારી હોસ્પિટલ ખાતે જવાનું કહેતા દીકરી ભૂમિને તાવ આવતા  જે.જે.હોસ્પિટલમાં લાવેલ અને ત્યાં ના ડો કહેલ કે તમારે સહી કરો તો હું ભૂમિને દવા કરીશ નહિ તો નહીં કરું તેમ કહેતા ત્યાંથી દીકરીને લઈને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંના ફરજ પરના ડોક્ટરે કહેલ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવાની જરૃર છે.ત્યારે પરિવાર દીકરીને લઈને પાલનપુર સારવાર માટે  લઇ ગયો હતો.  ત્યાંના ડો.કહેલ કે દીકરીને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવાની જરૃર પડશે ત્યારે પ્રાઇવેટ ગાડીમાં લઈને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે  લઈ જતા રસ્તામાં દીકરીએ શ્વાસ છોડી દીધો હતો.  બાદમાં પરિવાર થરાદ ખાતે દોડી આવી થરાદ પોલીસ મથકે જે  જે હોસ્પિટલના ડોક્ટર જે જે.પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(6:06 pm IST)