Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વડોદરાના શેરખી ગામે જૂની અદાવતને લઇ યુવાનની હત્યા કરનાર ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી

વડોદરા:શહેરના છેવાડે આવેલા શેરખી ગામે જૂની અદાવતે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. તપાસ ચલાવી રહેલી તાલુકા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે હાઈવે ઉપર કેટલાક લોકો ઝઘડતા હોય કાંતિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન ટોળકીએ કાંતિસિંહ ગોહિલ ઉપર લાકડી, પટ્ટા ,બેટ સાથે જીવલેણ હુમલો કર્યો હતો. સ્થળ પર તેઓ ફસડાઈ પડતા તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી ચાર આરોપીઓની અટકાયત કરી હતી.

(6:09 pm IST)