Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વડોદરામાં સ્ટેટ મોનીટીરીંગ સેલે દરોડા પાડી વધુ એક દારૂની ભઠ્ઠી ઝડપી બે આરોપીની ધરપકડ કરી

વડોદરા: ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કિશનવાડી વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સીટી પોલીસ ઊંઘતી ઝડપાયા બાદ ગઇકાલે મોડી રાત્રે મકરપુરાના ભાલીયાપુરા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે લવધુ એક દરોડાની કાર્યવાહી કરતાં મકરપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. દરોડા દરમિયાન પોલીસે એક સગીર સહિત બે શખ્સોને ઝડપી પાડી સંચાલક સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી દારૂનો જથ્થો, વાહનો સહિતનો સામાન જપ્ત કર્યો હતો.

રાજ્યમાં દારૂની હેરાફેરી , જુગાર  સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા  રાજ્ય સરકારે સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમની રચના કરી છે. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ભાલીયા પુરા ફળિયામાં રહેતો આકાશ ઠાકરડા નામ નો શખ્સ નાળાના કિનારે દેશી દારૂની ભઠ્ઠી ચડાવી દારૂનું નેટવર્ક ચલાવે છે જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો આ દરમિયાન પોલીસને જોઈ નાસી છુટેલા ઈસમો પૈકી બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટયા હતા સ્થળ પર દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું બહાર આવ્યું હતું ત્રણ પીપળા લાઈનમાં ગોઠવ્યા હતા અને 07 નંગ કારબા મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી રોહિત રાઠોડ અને સગીર બંને રહે નવીનગરી તરસાલી ગામ હોવાનું બહાર આવ્યું હતું દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 243 લીટર , દેશીદારૂ ગાળવાનો વોશ  2600 લીટર ( નાશ કર્યો છે) , 05  મોબાઇલ ફોન, 04  વાહનો, બરણી ,નળી સહિત 2.21 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સંચાલક , દારૂનો જથ્થો લેવા આવનાર બાઇક ચાલક સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અત્રે નોંધનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વડોદરા શહેરમાં અસંખ્ય સ્થળોએ દરોડાની કામગીરી કરી છે અને દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. તેમ છતાં પોલીસ કમિશનર જવાબદાર સામે પગલાં કાર્યવાહીમાં ઢીલાશ રાખી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

 

(6:10 pm IST)