Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વડોદરાના છાણી વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે બે પાડોશી બાખડ્યા:ઝપાઝપી બાદ પથ્થરમારો થતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના છાણી વિસ્તારમાં આવેલ સોમનાથ વિલા સોસાયટીમાં કાર પાર્કિંગ બાબતે પાડોશીઓ ઝઘડી પડયા હતા . આ દરમિયાન ઝપાઝપી અને સામાન્ય પથ્થરમારો થતા કારનો કાચ તૂટી ગયો હતો. પોલીસે આ મામલે પાડોશી દંપતી સહિત અન્ય કેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ઈશ્વરલાલ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, બે દિવસ અગાઉ પાડોશી ભાગ્યશ્રીબેન પટેલે રસ્તા વચ્ચે કાર પાર્ક કરી હતી. જેથી કાર વ્યવસ્થિત પાર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મારો દીકરો અનમોલ કાર લઇ આવ્યો હતો. પરંતુ પાર્કિંગમાં જગ્યા ના હોય ભાગ્યશ્રી બેન અને તેમના પતિ નિલ પટેલને કાર વ્યવસ્થિત પાર્ક કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ઝપાઝપી થતાં મને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે મારી પત્નીને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે ભાગ્યશ્રી બેન તેમના પતિ અન્ય કેટલાક શખ્સો સાથે ધસી આવ્યા હતા. અને મારા ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કારનો કાચ તુટી જતાં 10 હજારનું નુકશાન થયું હતું. પોલીસને જાણ કરતાં હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટયા હતા.

(6:11 pm IST)