Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વડોદરામાં ફરી એકવાર એટીએમ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય:સંગમ ચાર રસ્તા નજીક એટીએમ તોડવાનો પ્રયાસ કરતા ગઠિયાને ઝડપવા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:શહેરમાં ફરી એકવાર ATM તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે ગઈકાલે રાત્રે કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે આવેલા એક એટીએમને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો જે અંગે ની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેરમાં તસ્કરોએ માઝા મૂકી છે. દિન-પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાત્રે સંગમ ચાર રસ્તા નજીક આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં તસ્કરોએ ચોરીનો નિષફળ પ્રયાસ કર્યો હતો. સીસીટીવી કેમેરામાં બે તસ્કરો કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પર દોડી ગયેલી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(6:12 pm IST)