Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

AGL પર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત :કુલ 20 કરોડની રોકડ મળી

કંપનીના 25 લોકર સોમવારે ઈન્કમટેકસના અધિકારીઓ ઓપરેટ કરશે

ગુજરાતમાં એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ(AGL) પર ઈન્કટેકસના દરોડા  યથાવત રહ્યા હતા. કંપનીના અલગ અલગ 40 લોકેશન પર ઈન્કટેકસ વિભાગના અધિકારીઓએ સર્ચ દરમ્યાન મહત્વના ડોક્યુમેન્ટ અને વધુ 5 કરોડ રૂપિયાની રોકડ(Cash)જપ્ત કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની ત્રીજા દિવસની કાર્યવાહીમાં કુલ 20 કરોડની રોકડ મળી આવી છે. સાથે જ અત્યાર સુધીમાં કંપનીના 25 લોકર સર્ચ દરમ્યાન મળી આવ્યા છે. જેને સોમવારે ઈન્કમટેકસના અધિકારીઓ ઓપરેટ કરશે. શનિવારે તપાસ દરમ્યાન મળેલી 5 કરોડની રકમ અંગે કંપનીના માલિકોને પૂછતા રકમ અંગે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા જેને કારણે અપ્રમાણસર મિલકત તરીકે આ રકમને સીઝ કરવામાં આવી છે સાથે જ મોટા પ્રમાણમાં દસ્તાવેજી તેમજ ડિજિટલ પુરાવા પણ ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓને મળ્યા છે જેની તપાસના અંતે મોટી કરચોરી સામે આવે તેવી શક્યતાઓ અધિકારી સેવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગે AG કંપનીમાં તપાસની કાર્યવાહી ચાલુ રાખી હતી. જેમાં ઇન્કમટેક્સ વિભાગને બીજા દિવસે વધુ 5 કરોડની રોકડ મળી આવી હતી. જ્યારે ગુરવારે ઇન્કમટેક્સ વિભાગને કાર્યવાહીમાં ફાઈનાન્સર સંકેત શાહ અને રુચિત શાહ અને દિપક શાહને ત્યાંથી 10 કરોડની મળી આવી હતી. આમ બે દિવસની કાર્યવાહીમાં ઇન્કમટેક્સ વિભાગને 15 કરોડની રોકડ મળી હતી. તેમજ 12 બેંક લૉકર પણ મળી આવ્યા હતા શુકવારે ઇન્કમટેક્સ વિભાગને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢ (વી.આઈ.પી. રોડ – રતન જ્યોતિ એપાર્ટમેન્ટ) ના ત્યાંથી પણ 4 રોકડની રકમ મળી આવી હતી. તેમજ હજુ પણ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ રકમ અંગેની વિગતો મેળવી રહી છે. તેમજ રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

જેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 40 સ્થળોએ ઇન્કમ ટેક્સની કાર્યવાહી યથાવત છે. જેમાં સેજલ શાહના ઘરે અને ઓફિસ બંને સ્થળોએ સર્ચની કાર્યવાહી યથાવત છે. ઇન્કમટેક્સ વિભાગે શિવરંજીની ક્રોસિંગ વિશ્વેશ્વર મહાદેવ રોડ પરના નિવાસસ્થાને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકર્સની તપાસ પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે.

(9:46 pm IST)