Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજપીપળા કાથા ફેકટરી પાસે નજીવી બાબતે ધારિયું મારી ઇજા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

 રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નજીક આવેલી કાથા ફેકટરી પાસે એક ઈસમે બીજાને નજીવી બાબતે ધારિયું મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ છે

મળતી વિગતો અનુસાર અજયભાઇ વિજયભાઇ વસાવા,રહે.ચીત્રાવાડી ભાથીજી મંદીર પાસે નાઓએ આપેલી ફરિયાદ મુજબ તે તથા તેમના મિત્ર રામગઢ ગામે લગ્નમા મો.સા.લઇ ગયેલા અને રાત્રીના ઘરે જતા હતા તે વખતે રાહુલભાઇ છગનભાઇ વસાવા ( રહે.ચીત્રાવાડી ) એ તેમને કાથ ફેક્ટરી પાસે રોડ ઉપર મો.સા.ઉભી રખાવી ફરીને કહેવા લાગેલ કે તુ દાદા થઇ ગયેલ છે તેમ કહી ગાળો બોલી તેના હાથમાનુ ધારીયુ જમણા કાન ઉપર મારી ઇજા પોહચાડી નાસી જઇ ગુનો કરતા પોલીસે રાહુલ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે .

(11:38 pm IST)