Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજ્યમાં 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થવાની સંભાવના : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી અનુસાર, 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાથે 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે.

  સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.

(11:54 pm IST)