Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સુરતમાં ભૂતકાળમાં ગુનેગારોના ઘાતક હથિયારો સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તેવામાં આવો જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો સુરત પોલીસને રીતસર ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાયો

પોલીસ કે કાયદાથી બેખોફ બનેલા શખ્સોનો વીડિયો વાયરલ

સુરત : ગુજરાતના વિવિધ શહેરોમાં લુખ્ખાતત્ત્વો અવારનવાર ગુંડાગર્દી કરતા હોવાના છાશવારે વીડિયો સામે આવતા રહે છે. તેવામાં સુરતમાં પોલીસના ખોફ વચ્ચે પણ ગુનેગારો પોતાની 'તાકત' બતાવવાનું ચૂકતા નથી.

સુરતમાં ભૂતકાળમાં ગુનેગારોના ઘાતક હથિયારો સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તેવામાં આવો જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો સુરત પોલીસને રીતસર ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

સુરત પોલીસને અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર, વરાછા વિસ્તારમાં બેફામ બનેલા લુખ્ખાતત્વોએ હથિયારો સાથે બનાવ્યો વીડિયો#Surat @GujaratPolice pic.twitter.com/LyJ555dYK6

પોલીસ કે કાયદાથી બેખોફ બનેલા શખ્સોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બેફામ બનેલા અસામાજિક તત્વો જીવલેણ હથિયારો સાથે વિડીયોમાં દ્રશ્યમાંન થઈ રહ્યા છે. ખુલ્લા હથિયારો સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકી પોલીસની આબરૂનું ધોવાણ કર્યું છે. વાયરલ થયેલો આ વીડિયો વરાછા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘાતક હથિયારો સાથે ડીજે સોંગ પર નાચતા શખ્સો વિડીયોમાં નજરે પડી રહ્યા છે. પોલીસ આ વિડીયોના મૂળ સુધી પહોંચી આવા શખ્સોને કાયદાના પાઠ ભણાવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

(1:01 am IST)