Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સાવલી તાલુકાના પસવા ગામમાં પત્નીના અન્ય પ્રેમી સાથેના સંબંધની પતિને જાણ થતા પરિણીતાએ 6 વર્ષીય પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતી સુમિત્રા પરમાર વેજલપુર ગામમાં રહેતા કિશન મનહર રાવળ સાથે લગ્નેતર સંબધો રાખતી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોની જાણ પતિ મુકેશને થતા તેને પત્નીને ઠપકો આપતા પત્નીએ બધાને મારી નાખી પ્રેમી સાથે ભાગી જવાની ધમકી આપી.

આ ઘટના બાદ સુમિત્રા તેના 6 વર્ષનાં માસૂમ પુત્ર પ્રિન્સને ઘેરથી લઈ ગઈ હતી અને પુત્રની કોઈ કપડાથી ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પુત્રની લાશને કેનાલ પાસેના થાંભલા પર લટકાવી માતા ફરાર થઈ ગઈ હતી. આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

(5:42 pm IST)