Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગાગર ગામમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલમાં મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાગર ગામના યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થતાં આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી વિગતો અનુસાર ગાગર ગામમાં રહેતા કલ્પેશભાઇ સુંદરભાઇ વસાવા(ઉ.વ.૨૨) નાઓએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવી દાખલ કરેલ જેનું સારવાર દરમ્યાન સિવિલમાં મોત થતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:24 pm IST)