Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વિકાસની ઊંધી દોટઃ કાંધ માટે ચાર, ચિતા માટે બાર!

ગુજરાત રાજય દેશભરમાં પાછલા બે દાયકા કરતાંય વધુ સમયથી વિકાસનું મોડેલ ખપાવાય છે. પરંતુ આ વિકાસની દિશા અથવા દોડ સાવ ઊંધી જ થઇ હોવાનો અનુભવ પાટણ જિલ્લાના જસલપર ગામના દેવીપૂજક પરિવારને થયો તેમના એક સભ્યનું અવસાન થયું. પરંતુ વકતાએ રહી કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ચાણસમા તાલુકાના આ ગામે સરખું સ્મશાન જ બનેલું નથી. ચાર વ્યકિત કાંધ આપીને અંતિમસંસ્કાર માટે તો લઇ આવ્યા પણ ત્યાં જ ધોધમાર વરસાદ વરસતાં બારથી વધુ લોકોએ બે ત્રણ લાંબા લાકડાના સહારે તાડપત્રીને ઊંચી કરી તેની નીચે અગ્નિસંસ્કાર કરવા પડયા હતા. કરૂણાંતિકા તો ત્યારે થઇ કે અગ્નિદાહની અધવચ્ચે લાકડા ખૂટી પડયા અને હજુ ચિતાની આગ ઠરી પણ નહોતીને તાડપત્રી તૂટી ગઇ હતી.(તસ્વીરઃ સૌજન્ય સંદેશ અમદાવાદ)

(10:36 am IST)