Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

એસ.ટી.માં ૨૩૦૦ બસ કંડકટરોની ભરતી માટે તુર્તમાં પરીક્ષા : ૩૫ હજાર ઉમેદવારો

૧ લાખ અરજીઓ આવેલ : મેરીટના આધારે પરીક્ષા પાત્રની યાદી તૈયાર

 

રાજકોટ,તા. ૨૮: ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા ટૂંક સમયમાં કંડકટરોની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાનાર છે.

નિગમના વર્તુળોના જણાવ્‍યા મુજબ એસ.ટી. દ્વારા બસ કંડકટરોની ભરતી માટે ધો. ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત નક્કી કરી અગાઉ અરજીઓ મંગાવવામાં આવેલ. તે વખતે ૧ લાખ જેટલી અરજીઓ આવેલ. કુલ ૨૩૦૦ જેટલી જગ્‍યાઓ છે. જગ્‍યાના ૧૫ ગણા ઉમેદવારો બોલવવાના નિયમ મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવી છે. તે મુજબ અરજી કરનારાઓ પૈકી ૩૫ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા પાત્ર છે. કોરોનાના કારણે પરીક્ષા લઇ શકાયેલ નહી. હવે કોરોનાની સ્‍થિતી હળવી થતા નિગમ દ્વારા એકદમ ટૂંક સમયમાં પરીક્ષા લેવાનું આયોજન હાથ ધરાયું છે. વિગતવાર કાર્યક્રમ જાહેર કરવાની તૈયારી છે.

(10:41 am IST)