Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીને આમંત્રણ

વડાપ્રધાન કોઈ પણ એક દિવસ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાય એ અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી

અમદાવાદ :  મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 અત્રે ઉલ્લેખીય છે કે 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવશે.વડપ્રધાન મોદી કોઈ પણ એક દિવસ વર્ચ્યુઅલી કાર્યક્રમ ના જોડાય એ અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.

(12:27 pm IST)