Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ગણતરીની કલાકોમાં જુદા જુદા ચાર સ્થળોને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મતા લૂંટી છૂમંતર....

વડોદરા:શહેરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગણતરીના કલાકોમાં ચાર જેટલા સ્થળોએ લાખો રૂપિયાની મતાની સાફસૂફી કરી ફરાર થઈ ગયા છે . રાત્રિ કરફ્યુ હોવા છતાં તસ્કરો બેખોફ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તો બીજી તરફ  પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે. હાલ મકાન માલિકોને પરસેવાની કમાણીની લાખો રૂપિયાની મત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

તાંદલજા વિસ્તારમાં આવેલી રાબિયા પાર્ક સોસાયટીમાં રહેતા તોસિફ શેખ ડ્રાઇવિંગ નો વ્યવસાય કરે છે. ૨૫મી જુલાઈના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારી ટ્રાન્સપોર્ટના કામકાજ અર્થે જામનગર ગયા હતા દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરી નો સામાન વેરવિખેર કરી રોકડા રૂપિયા 40 હજાર તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1.77 લાખની મતા ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)