Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વડોદરા:દાંડિયા બજાર વિસ્તારમાં મહિલાને બિઝનેસ લોન અપાવવાની લાલચ આપી 2.59 લાખ પડાવી લેનાર શખ્સના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા: શહેરનાદાડીયા બજારની મહિલાને 18 લાખની બિઝનેસ લોન અપાવાનાની લાલચ આપી બે શખ્સે શરૂઆતમાં 22 ટકા રોકડા ભરવા પડશે તેમ જણાવી 2.59 લાખ પડાવી લીધા હતા અને લોન નહી અપાવી છેતરપિંડી કરી હતી. આ ગુનામાં વોન્ટેડ હરીશ વાટુમલ ધારમાણીએ અત્રેની સેશન્સ અદાલતમાં પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી રજૂ કરી હતી જે અરજીની સુનાવણી હાથ ધરાતા અદાલતે નામંજુર કરવાનો હુકમ કર્યો છે

દાંડીયાબજારમાં રહેતા દેવીકાબેન દિપેશ નાયકે પોલીસમાં હરીશ વાટુમલ ધારમાણી અને મહેશ તુલસીદાસ અડવાણી (બિલીપત્ર કોમ્પલેક્ષ, હરણી વારસીયા રીંગ રોડ) સામે વારસીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પતિને વેપાર માટે પૈસાની જરૂર હોવાથી બિઝનેસ લોન લેવા માટે 9 માસ પહેલાં હરીશ ધારમાણીની ઓફિસે ગયા હતા.ત્યાં હરીશ ધારમાણી અને મહેશ અડવાણી મળ્યા હતા અને 18 લાખની બિઝનેસ લોન મળશે તેમ જણાવી શરૂઆતમાં લોનની 22 ટકા રકમ રોકડેથી ભરવી પડશે તેમ જણાવતાં મહિલાએ દાગીના ખાનગી ફાયનાન્સમાં ગીરવે મૂક્યા હતા અને પતિએ હરીશ ધારમાણીને અલગ અલગ તારીખે 73 હજાર સહિત કુલ 2.59 લાખ જમા કરાવ્યા હતા.ત્યારબાદ બંનેએ 15 દિવસમાં બિઝનેસ લોન મળશે તેમ જણાવ્યું હતું.

જોકે દોઢ માસ બાદ તેમણે લોન બાબતે પૂછતા બંનેએ સરખો જવાબ આપ્યો ન હતો, જેથી પૈસાની માગણી કરતાં બંનેએ ત્રણ ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા હતા.હરીશ ધારમાણીએ મારા ઘેર આવવું નહી જો ફરી વાર આવશો તો જીવતા જવા નહી દઇએ કહી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

(5:43 pm IST)