Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વડોદરાના હરણી રોડ નજીક અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સે યુવક પર ચપ્પુથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરનાહરણી વારસિયા રીંગરોડ  પર સવાદ ક્વાટર્સમાં રહેતા અલ્પેશ વેન્સીમલ લાલવાણી નોકરી કરે છે.અલ્પેશે વારસિયા  પોલીસને જણાવ્યું છે કે,ગત તા.૨૬ મી ના રોજ હું સવાદ ક્વાટર્સ પાસે આવેલા જયભોલે યુવક મંડળ પાસે આવેલા મંદિર પાસે મારા મિત્ર વિજય રાજપૂત અને કાતર રાજપૂત સાથે બેઠો હતો.રાતે સાડા અગિયાર વાગ્યે સવાદ ક્વાટર્સમાં જવાહર ફળિયામાં રહેતો મુકેશ ડામીયનનો છોકરો જીગર   બ્રહ્મભટ્ટ આવીને મોટે મોટેથી ગાળો બોલવા લાગ્યો હતો.જેથી,મેં તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને હું ગાળો બોલુ છું તેમાં તારૃ શું જાય છે ? તેવું  કહીને મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.તેને પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી આજે તને જીવતો રહેવા નહીં દઉં,તેમ કહીને મને છાતીમાં,પેટમાં, માથાની પાછળ અને હાથ  પર ૧૦ થી ૧૨ ઘા ઝીંકી દીધા હતા.મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.હુમલાખોર જીગર ભાગી ગયો હતો.મને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.ઉપરોક્ત ફરિયાદના આધારે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપી જીગરને ઝડપી પાડયો છે.

(5:28 pm IST)