Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમદાવાદના બારડોલપુરમાં ભર ચોમાસામાં રસ્તો બિસ્મત બની જતા રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી

અમદાવાદ: સ્માર્ટ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાં ભર ચોમાસામાં અનેક રસ્તાઓ થોડા વરસાદમાં પણ બિસ્માર બની ગયા છે.આવી જ પરિસ્થિતિ શહેરના બારડોલપુરા વિસ્તારમાં આવેલા રસ્તાની જોવા મળી રહી છે.આ પરિસ્થિતિ ઘણાં લાંબા સમયથી ચાલી આવતી હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ રસ્તો બિસ્માર હોવાના કારણે રસ્તા ઉપર જ પાણીનો ભરાવો થાય છે.જેને લઈને મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ વધવાથી સ્થાનિક રહીશોમાં મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે.આ અંગે શાહીબાગ વોર્ડમાં માધુપુરા ઝોનલ ઓફીસ ખાતે વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી.

(5:27 pm IST)