Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદના ઓઢવમાં ધરાશાયી થયેલા ફલેટ (આવાસો) રીડેવલપ કરવાનો એએમસીનો નિર્ણય : શિવમ ફલેટના રહીશોને બાકી રકમ ભરી એમ.ઓ.સી. રજુ કરવા આદેશ

આખરે પુરા બે વર્ષ પછીફલેટના રહીશોના વિરોધને ન્‍યાય મળવાના સંજોગો ઉજળા થયા

અમદાવાદઃ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 25 ઓગસ્ટ 2018માં ધરાશાયી થયેલા શિવમ ફ્લેટ મામલે રહીશોના વિરોધનો પડધો ગુરુવારે સંભળાયો હતો. ઘટનાના બે વર્ષ બાદ AMC શિવમ આવાસ યોજનાના રહીશોએ એસ્ટેટ પૂર્વ ઝોન ખાતે બાકી નીકળતી રકમ ભરી મૂળ લાભાર્થી પાસેથી NOC લેવા જણાવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા ગરીબ આવાસ યોજના અંતર્ગતના ઓઢવ સ્થિત શિવમ ફલેટના બે બ્લોક 25 ઓગસ્ટ 2018ના રોજ અચાનક ધરાશાયી થયા હતા. જેમાં એકનું મત્યુ તથા ચાર જણાંને ઇજા થઇ હતી. ઘટનાના પગલે બાકીના ફલેટના રહીશોને ફલેટો ખાલી કરાવ્યા હતા. બે વર્ષ પછી પણ કોઇ પરિણામ નહીં આવતાં બુધવારે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. જેના પગલે આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું છે કે, શિવમ આવાસ યોજનાના રહીશોએ એસ્ટેટ પૂર્વ ઝોન ખાતે બાકી નીકળતી રકમ ભરી મૂળ લાભાર્થી પાસેથી એન..સી. મેળવી રજૂ કરવાની રહેશે.

રાજયના શહેરી વિકાસ અને શહેરી ગહ નિર્માણ વિભાગના રિડેવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી 2016 અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા અમદાવાદમાં કોર્પોરેશનની માલિકીના જર્જરિત થયેલા આવાસોને પણ રિડેવલપમેન્ટ કરવામાં આવશે. જેથી યોજનામાં સહકાર આપવા જણાવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અખબારી નિવેદનમાં જણાવાયું છે કે પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં ટી.પી. 41, એફ.પી. 204 પર આવેલી જીવન જયોત સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર સુધીના શિવમ આવાસ યોજનામાં આવેલા મકાનોમાંથી બે બ્લોક25 ઓગસ્ટ 2018ના રોજ અચાનક ધરાશયી થતાં કોર્પોરેશન મારફતે તમામ બ્લોક ખાલી કરાવીને તોડી પાડવામાં આવ્યા છે.

ત્યાં હયાત મકાનોની જગ્યાએ 40 ટકા વધુ કાર્પેટ એરિયાવાળા 1344 આવાસ બનાવવા ડેવલોપર જે.પી. ઇસ્કોન પ્રા.લી.ને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે. જેની  ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રીડેવલોપમેન્ટ ઓફ પબ્લીક હાઉસિંગ પોલિસી 2016 અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પોલિસી મુજબ અંગે 18 સપ્ટેમ્બર 2019થી મંજુરી મેળવવામાં આવી હતી.

જગ્યાએ વસવાટ કરતાં રહીશો પૈકી મોટાભાગના લોકો સ્ટેમ્પ પેપર ઉપર લખાણ/ દસ્તાવેજ આધારિત માલિકી ધરાવતાં હોવાનું માલૂમ પડયું છે. રહીશોને લાભાર્થી તરીકે ફાઇનલ કરી શકાય તે હેતુથી સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવો કરાયા હતા.

શું કર્યા હતા ઠરાવો ?

1) હાલ સ્થળે વસવાટ કરતાં મૂળ લાભાર્થીઓને તેઓની બાકી નીકળતી રકમ લાભાર્થી પાસેથી વસૂલ લેવાની શરતે વૈકલ્પિક વ્યવસ્થા, પુન વર્સન યોજનાનો લાભ મૂળ ફાળવણી/ દસ્તાવેજની શરતોને આધિન આપવાની

2) હાલ સ્થળે વસવાટ કરતાં વ્યક્તિઓ મૂળ લાભાર્થી પાસેથી તબદીલ કરીને ધારણ કરે છે તેવા વ્યક્તિઓ મૂળ લાભાર્થીનું એન..સી. રજૂ કર્યેથી બાકી નીકળતી રકમ લાભાર્થી પાસેથી વસૂલ લેવાની શરતે વૈકલ્પિક વ્યવસ્થા/ પુનવર્સન યોજનાનો લાભ મૂળ ફાળવણી/ દસ્તાવેજની શરતોને આધીન આપવાની

3) મૂળ લાભાર્થી કે જે હાલસ્થળે વસવાટ કરતો નથી તે લાભાર્થીને કોઇપણ પ્રકારનો લાભ મળવાપાત્ર નથી. જે મુજબ ડેવલોપર મારફતે 13/7/2020ના રોજ રજાચિઠ્ઠી મેળવી ભાડાની રકમના ચેકનું વિતરણ ચાલુ કર્યું છે. જેમાં કુલ 350થી વધુ ચેક આપવામાં આવ્યા છે.

(10:36 pm IST)