Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાજય સરકારે પ્રજાકિય ફરિયાદોનું અસરકારક નિવારણ માટે, જિલ્લા વહીવટી તંત્ર પર અસરકારક નજર રાખી શકાય તે માટે ચાર આઇએએસ અધિકારીઓને સેક્રેટરી ઇન્‍ચાર્જની ફરજમાંથી મુકત કરાયા

ગાંધીનગરઃ રાજય સરકારે પ્રજાકિય ફરિયાદોનું અસરકારક નિવારણ થતુ રહે તે માટે તથા જિલ્લા વહીવટી તંત્ર ઉપર અસરકારક નજર રાખી શકાય તે હેતુથી રાજયના ચાર આઇ.એ.એસ. અધિકારીઓને સેક્રેટરી જિલ્લા સેક્રેટરી ઇનચાર્જની ફરજમાંથી મુકત કરાયા હોવાનું જાણવા મળેલ છે.

          અધિકારીઓમા આણંદના ઇનચાર્જ આઇ.એ.એસ અધિકારી શ્રીમતી અવંતિકાસિંહ ઓળખ (આઇએએસ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર), બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ વિજય નેહરા ( આઇએએસ, ગ્રામીણ વિકાસ કમિશ્નર અને ગ્રામીણ વિકાસ પંચાયત સચિવ, ગ્રામીણ હાઉસિંગ અને ગ્રામીણ વિકાસ વિભાગ, સચિવાલય ગાંધીનગર), જામનગરના ઇનચાર્જ એન.બી. ઉપાધ્યાય, આઇએએસ સચિવ (સહકાર, પશુપાલન, ગૌઉછેર અને ફિશરીઝ, કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર. પંચમહાલના ઇનચાર્જ રાજકુમાર બેનિવાલ, આઇએએસ (મ્યુનિસિપાલિટીઝ કમિશ્નર, વહીવટીતંત્ર, ગાંધીનગર). આ બધા અધિકારીઓએ તાકીદે સેક્રેટરી ઇનચાર્જના હોદ્દા અને ફરજો પરથી મુક્ત કરવામાં આવે છે. તેઓએ ગાંધીનગરના સચિવાલયમાં સામાન્ય વહીવટીતંત્ર વિભાગમાં વહીવટી સુધારા અને ટ્રેનિંગ ડિવિઝનને ત્રિમાસિક ધોરણે અહેવાલ સુપ્રદ કરવાનો રહેશે.

(11:03 pm IST)