Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદની હોટલ વિનસમાં પોલીસ પર ફાયરીંગ પ્રશ્ને ઝડપાયેલા ઇરફાન પોલીસ પાસે પોપટ બની ગયો ડોન રાજન પર ફાયરીંગ કરનાર મુન્નાએ ઝડફીયાની હત્‍યાની યોજના પાકિસ્‍તાનમાં બનાવી હતી

ઇરફાનને હથીયાર આપનાર પાંચ શખ્‍સોની પુછપરછ હાથ ધરતી એ.ટી.એસ. ટીમ

અમદાવાદ: ભાજપ અગ્રણી ગોરધન ઝડફીયા ની હત્યાનું કાવતરૂ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પર બેંગકોકમાં ફાયરિંગ કરનાર મુન્ના ઝીંગાડા પાકિસ્તાનમાં બેસીને ઘડયાનો ઘટસ્ફોટ થયો છે. ગોરધન ઝડફીયા ની હત્યા કરવા આવેલા અને એટીએસ અને ક્રાઇમબ્રાન્ચ પર ફાયરિંગ કરનાર ઇરફાને (Irfan) ખુલાસો કર્યો છે. ઇરફાન ને હથિયાર આપનાર 5 શખ્સોની પણ એટીએસની ટીમે અટક કરી પૂછપરછ શરૂ કરી છે.

ભાજપના આગેવાન ગોરધન ઝડફીયાની હત્યાની યોજના પાકિસ્તાનમાં ઘડાયાની વિગતો ખુલી છે.

કાવતરામાં અંડરવર્લ્ડ ડોન રાજન પર ફાયરિંગ કરનાર મુન્ના ઝીંગાડા સામેલ છે.

મુન્નાએ ઇરફાનનો ઝડફીયા (Gordhan Zadafia)ને મારવા માટે મોકલ્યો હોવાનું ખુલ્યું છે.

મુન્ના બેંગકોકની જેલમાં 16 વર્ષ રહ્યા બાદ પાકિસ્તાન જતો રહ્યો હતો.

એટીએસની શંકા છે કે મુન્ના હાલમાં છોટા શકીલ (Chhota Shakil) માટે કામ કરી રહ્યો છે. હાલમાં દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.

એટીએસની ટીમે મહારાષ્ટ, કર્ણાટક સહિતના વિસ્તારોમાંથી 5 જેટલા શખ્સોની અટક કરી પૂછપરછ કરી છે.

તમામની ઝડફીયાની હત્યા કરવાના કાવતરામાં સંડોવણી અંગે તપાસ ચાલે છે.

ગોરધન ઝડફીયાની હત્યા કરવા માટે આવેલા ઇરફાન પાસેથી મળી આવેલા હથિયારો આપવામાં પાંચ શખ્સોની સંડોવણી ખુલી છે.

મુન્નાના મોબાઈલ નંબરના આધારે પણ કેટલીક વિગતો એટીએસની ટીમને મળી છે.

બનાવની વિગત મુજબ ગત 18મી તારીખે એટીએસની ટીમે ગોરધન ઝડફીયાને મારવા આવેલા છોટા શકીલના શૂટર રિલીફ રોડની હોટલ વિનસમાં રોકાયા હોવાની બાતમીને પગલે રેડ કરી હતી.

એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લા, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રન, એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલ અને ભાવેશ રોઝિયા હોટલ પર પહોંચ્યા હતા.

દરમિયાન ઈરફાન જે રૂમમાં રોકાયો તે રૂમમાં અધિકારીઓએ ખખડાવી ખોલાવ્યો હતો.

રૂમ ખોલતા પોલીસને જોઈ હેબતાઈ ગયેલા ઇરફાને ફાયરિંગ કર્યું પણ કોઈ ને ઇજા પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ આરોપીને ઝડપી લીધો હતો.

(10:34 pm IST)
  • કૃષિ યુનિવર્સિટીના ખાનગીકરણનો ટવીટર ઉપર વિરોધઃ ૧ લાખ કરતા વધુ ટવીટ થયા access_time 10:29 pm IST

  • ' આમ આદમી પાર્ટી ' વિરુદ્ધની ઝુંબેશમાં જોડાવાનો અન્ના હજારેનો ઇન્કાર : દિલ્હી ભાજપ આગેવાન આદેશ ગુપ્તાના આમંત્રણને શરમજનક ગણાવ્યું : દસ બાય દસની રૂમમાં રહેતા ,સત્તા અને સંપત્તિ વિનાના ફકીર પાસે તમે શું અપેક્ષા રાખો છો ? : કેન્દ્રમાં તમારી સત્તા હોવા છતાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં શા માટે લેતા નથી ? અન્ના હજારેનો જડબાતોડ જવાબ access_time 8:13 pm IST

  • એસ.બી.આઈ.ના ચેરમેનની પસંદગી કરવા માટે બેન્ક બોર્ડ બ્યુરોની આવતીકાલ શુક્રવારે મિટિંગ : વર્તમાન ચેરમેન રજનીશ કુમારની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે : નવા ચેરમેન તરીકે રજનીશ કુમાર સહીતના ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : આઈ.એફ.સી.આઈ.ના મેનેજીંગ ડિરેક્ટર તથા જાહેર ક્ષેત્રની બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની પણ પસંદગી કરવાનો એજન્ડા મિટિંગમાં શામેલ access_time 7:50 pm IST