Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

બિનજરૂરી અરજીઓ કરીને કોર્ટનો સમય બગાડવા અંગે છ અરજી કર્તાઓને હાઇકોર્ટે દશ-દશ લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદ તા. ર૮ :.. એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે. અને તેને નિપટાવવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ બિન જરૂરી અરજીઓ કરીને કોર્ટનો સમય લગાડતાં છ અરજી કર્તાઓ વિરૂધ્ધ હાઇકોર્ટે લાલ આંખ કરી છે. અને તમામને દશ-દશ લાખનો દંડ ફટકાર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આવું અવલોકન કરીને હાલમાં કોર્ટો ઉપર ખુબ જ ભારણ વધી ગયેલ છે. ત્યારે બિનજરૂરી અરજીઓ કરી કોર્ટોનો સમય બરબાદ કરી જરૂરી મામલામાં નિર્ણય કરવાનું મોડુ થતું હોય આ અંગે  બિનજરૂરી અરજી કરનાર છ અરજદારોને હાઇકોર્ટે દશ-દશ લાખનો દંડ ફટકાર્યો હતો. હાઇકોર્ટમાં જણાવ્યાનુસાર સુપ્રિમ કોર્ટે પણ બિનજરૂરી અરજીઓ કર્તાને પ્રોત્સાહન આપતી નથી. અને આવા લોકોને ભારે દંડ કરવાનું સુચવેલ હોય ગુજરાત હાઇકોર્ટે તેઓની સામે આવેલા આવા બિનજરૂરી છ કિસ્સામાં કડક વલણ ધખવીને અરજદારોને દંડ ફટકર્યો હતાં.

હાઇકોર્ટે આવા યાચિકાકર્તાઓ વિરૂધ્ધ અદાલતોનો કિંમતી સમય બગાડવા બદલ રોષ પણ વ્યકત કર્યો હતો.

(11:39 am IST)