Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસીમાં પ્રથમ તબક્કામાં માત્ર ૧૮% છાત્રોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદ, તા. ૨૮ : કોરોનાની વૈશ્વિક મહામારીની અસર અનેક ક્ષેત્રો - અર્થવ્યવસ્થા ઉપર ગંભીર રીતે પડી છે. ગુજરાતમાં તો ગત માર્ચ માસથી શાળા - કોલેજો બંધ છે. તેવામાં બેઝીક સાયન્સ, બેચલર ઓફ સાયન્સ (બીએસસી)માં પ્રવેશ માટે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીએસસીમાં ૮૨% બેઠકો ખાલી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર ૧૮ ટકા વિદ્યાર્થીઓએ પ્રથમ ચરણમાં બીએસસીમાં પ્રવેશ મેળવ્યો છે. જયારે ૮૨ ટકા બેઠકો ખાલી છે. ગત વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં ૩૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યુ હતું. ગત વર્ષ ૧૪૫૩૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે આવેદનપત્ર ભર્યા હતા. જયારે આ વર્ષ ૧૦૯૨૫ વિદ્યાર્થીએ બીએસસીમાં આવેદનપત્ર ભર્યુ છે. તેનું એક કારણ એવુ પણ જણાવાય છે કે અમદાવાદ ગુજરાતમાં કોરોના સંક્રમણનું હોટસ્પોટ રહ્યુ છે.

(3:06 pm IST)