Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સાણંદ તાલુકાના ટાટા મોટર્સ વેંડર પાર્ક ખાતેની કંપનીમાં મોક ડ્રીલ કરવામાં આવી

ઔધીગીક સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર હેઠળની અમદાવાદ કચેરી દ્વારા મોક ડ્રીલ કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર હેઠળ ના ઔધીગીક સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર હેઠળ ની અમદાવાદ કચેરીમાં નાયબ નિયામક  તથા તેઓના અધિકારીઓના માર્ગ દર્શન હેઠળ  તારીખ : ૨૮.૦૮.૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સાણંદ તાલુકા ના ટાટા મોટર્સ વેંડર પાર્ક મુકામે આવેલ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડ નામના કારખાના માં પ્રોપેન ગૅસ લીકેજ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. કારખાનાના સલામતી વિભાગના મેનેજમેંટ કર્મચારીઓની આવી ઈમરજન્સીના સંજોગોમાં કેવી સતર્કતા છે તેની ચકાસણી કરવામાં આવી તથા અંતે આ મોક ડ્રીલ ખુબજ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. કારખાનામાં પ્રોપેનનો ઉપયોગ થતો હોય તે એક અતિ જ્વલનશીલ હોય આગના બનાવના સંજોગોમાં તેને કાબુમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવી તેની તાલીમ મળી રહે તે માટે આવા મોક ડ્રીલ યોજવા જરૂરી છે તેમજ વર્તમાન ચાલુ માસને સરકાર શ્રી દ્વારા સલામતી માસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલ હોય તેના ભાગ રૂપે આ મોક ડ્રીલ યોજવામાં આવેલ હતું.

(4:56 pm IST)