Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

યુડીએસ કંપની દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓનું સન્માન કરાયું.

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : યુડીએસ કંપની દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.યુડીએસ કંપની દ્રારા દર મહિને તેના હસ્તકનાં વિભાગનાં કર્મચારીઓ પૈકી જે કર્મીઓ સારી ફરજ બજાવે છે તેવા કર્મીઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરવામાં આવે છે.

જેમાં જુલાઈ-૨૦૨૦ માટે ઍકઝીબિશન વિભાગમાંથી ભોઈ વિપુલ તથા હાઉસકિપિંગ વિભાગમાંથી વિજય ભાઈ વસાવા, હેમલતા તડવી તથા સિવિલ વિભાગમાંથી વિરેન્દ્ર તડવી તથા એમઈપી વિભાગમાંથી સશીદાનંદ, હોર્ટીક્લ્ચર વિભાગમાંથી રાકેશ તડવી,સિક્યુરિટી વિભાગ માંથી કિરીટભાઈ અને બોટીંગ પોઈન્ટ વિભાગ માંથી અલ્પેશ વસાવા તથા સેફ્ટી વિભાગમાંથી જતન રાઠવા આ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે L & T માંથી વિલાશ પિલ્લઈ તથા યુડીએસ માંથી રાજેશ વિચારે,વિશાલ શ્રીવાસ્તવ,કાનન પરમાર તથા સાગરસિંહ, ઉદય દેસાઈ ઉપસ્થિત રહયા હતા.

(5:04 pm IST)