Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાજપીપળા પાસે ના મોટા રાયપરા પાસે મહારાષ્ટ્ર થી ચોરી કરેલા આઈશર ટેમ્પા ને કાપી વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : મહારાષ્ટ્ર ના પુણે જીલ્લા નો MH 14 GD 9045 આર.ટી.ઓ પાસિંગ નંબર ધરાવતો આઈશર ટેમ્પો મહારાષ્ટ્ર મા થી કેટલાંક દિવસો અગાઉ ચોરાયો હતો, જેની પોલીસ ફરિયાદ ટેમ્પો ના માલીક સંદિપ પ્રકાશ મોરે એ મહારાષ્ટ્ર મા નોંધાવી હતી, અને ત્યાંની પોલીસ આ બાબત ની તપાસ કરી રહી હતી.

તા.27/08/2020 ના રોજ રાજપીપળા કેવડીયા હાઈવે ઉપર મોટા રાયપરા ગામ પાસે ના એક ખેતર મા કેટલાંક વ્યક્તિઓ કટર વડે આઈશર ટેમ્પો ને કાપી રહ્યાં છે તેવી જાણકારી પોલીસ ને મળતા આ બાબત ની ખરાઈ કરવા ગયેલી પોલીસ જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે હાઈવે નજીક આવેલા ખુલ્લાં ખેતર મા આઈશર ટેમ્પો તોડફોડ અવસ્થા મા જોવા મળ્યો હતો, જેના બોડી પાર્ટસ કાપી ને છૂટા પાડી દેવામાં આવ્યા હતા.

વાહન ચોરી ને આખું વાહન વેચવાને બદલે,ચોરેલા વાહન ને કાપી ને સ્પેરપાર્ટસ છુટાં પાડી ને વેચી મારતી આંતર રાજ્ય ગેંગ નુ આ કારસ્તાન હોઈ શકે તેમ જાણી ખુલ્લા ખેતર મા આઈશર ટેમ્પા ની નંબર પ્લેટ ને આધારે નર્મદા પોલીસે એના માલિક નો સંપર્ક શોધી કાઢ્યો હતો અને ઘટના ની જાણકારી આપી હતી, તેમજ વાહન માલિકે વાહન ચોરાયા ની પોલીસ ફરિયાદ જેતે જીલ્લામા આપી હોવાનુ જાણવા મળેલ હતું.

આગળ ની તપાસ નર્મદા જીલ્લા પોલીસ ચલાવી રહી છે અને આ કારસા મા સ્થાનિક વ્યક્તિઓ સંકળાયા છે કે કેમ? એ દિશા મા પણ પોલીસ તપાસ કરે એ જરૂરી છે જેથી અગાઉ આવા વાહન તોડી ને વેચ્યા હોય તો એની પણ માહિતી બહાર આવી શકે છે.

(5:05 pm IST)