Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વડોદરા શહેરની વેદાંત હોસ્પિટલમાં પ્રસુતિ પછી માતાનું મૃત્યુ નિપજતા પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો

વડોદરા: શહેરની વેદાંત હોસ્પિટલમાં પ્રસૂતિ પછી પ્રસૂતાનું મોત થતા હોબાળો મચ્યો હતો. પ્રસૂતાના સગાઓ મોટી સંખ્યામાં એકત્રિત થતાં પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડયો હતો.

પ્રતાપનગર રોડ વિહાર સિનેમા પાછળ સ્લમ ક્વાટર્સમાં રહેતા મીનાબેન સચિનભાઇ ચુનારાને પ્રસૂતિ માટે વાઘોડિયા રોડની વેદાંત હોસ્પિટલમાં સવારે સાડા વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રસૂતિ પછી મીનાબેનને તાવ આવ્યો હતો અને તે સાથે તેમના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ શરૃ થઇ હતી. ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ શરૃ કરવામાં આવી હતી. પરંતુ, મીનાબેનનું મૃત્યુ થતા ડોક્ટરે મીનાબેનની સારવારમાં નિષ્કાળજી દાખવી હોવાનો આક્ષેપ મીનાબેનના પરિવારજનોએ કર્યો હતો. મૃતકના સગાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોસ્પિટલના સ્ટાફે પોલીસને બોલાવી હતી પાણીગેટ પોલીસમથકના પીએસઆઇ આર.કે. ભરવાડ અને તેમનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં અને સમજાવટથી મામલો થાળે પાડયો હતો. જોકે અન્ય કેટલાક કિસ્સામાં અગાઉ બન્યું હતું તેમ મૃતકના પરિવારજનોએ કોઇ તોડફોડ કે ગેરવર્તન કર્યું હતું.

(5:21 pm IST)