Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વડોદરામાં દહેજ નહીં લાવતા પતિએ પરેશાન કરી ચારિત્ર્ય અંગે લાંછન લગાવતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા:દહેજ નહીં લાવનાર વડોદરાની એક યુવતીને પજવતા પતિએ તેના ચારિત્ર્ય પર લાંછન લગાવવા માટે પત્નીના મોબાઇલનો ઉપયોગ કરી અત્યાચાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીએ મહિલાપોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વડોદરાની યુવતીએ કહ્યું છે કે,નવેમ્બર-૨૦૧૭માં અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા ધ્યેય નામના યુવક સાથે લગ્ન થયા હતા.પરંતુ લગ્ન બાદ પતિ અને તેની માતાએ મેંણા મારી ત્રાસ ગુજારવા માંડયો હતો.

માનસિક વિકૃતતા ધરાવતો પતિ દારૃના રવાડે ચઢેલો હોવાથી મને પણ બળજબરી પૂર્વક દારૃ પીવડાવવા માટે પ્રયાસ કરતો હતો.જ્યારે સાસુ ઘરમાં ગંદકી કરી વારંવાર સાફ કરાવતી હતી. યુવતીએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે,મને બદનામ કરવા માટે પતિ મારા મોબાઇલના પાસવર્ડનો ઉપયોગ કરી મોબાઇલમાં બીભત્સ ફોટા અને ચેટિંગ કરતો હતો.જ્યારે મને વિકૃત વીડિઓ જોવા માટે પણ ફરજ પાડતો હતો.માત્ર ત્રણ મહિનાના ગાળામાં મને કાઢી મુકી છે.મહિલા પોલીસે ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:21 pm IST)