Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરતમાં એસટી બસમાં બહારથી આવતા પેસેન્જરને માટે ફરજીયાત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સુરત: સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ચકાસણી માટેનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું અને આજથી પ્રવાસીઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે, એમ એસ. ટી.ના સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

યુવા પ્રવાસીઓને તકલીફ પૂછવામાં આવે છે. થર્મલ ગનથી ટેમ્પરેચર ચકાસવામાં આવે છે. જો ઉધરસ, તાવ-ખાંસીની ફરિયાદ હોય તો, તેઓનો રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. વયસ્ક પ્રવાસીઓનો ફરજિયાત રેપિડ ટેસ્ટ થાય છે.

કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી રાજ્ય સરકાર દ્વારા સુરત આવતી અને સુરતથી ઉપડતી એસટી બસોનું સંચાલન 25 દિવસ સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ તા. 20મીથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા સંચાલન પુનઃ શરૂ થયું છે. પરંતુ એસટીમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી છે.

(5:22 pm IST)