Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોડાસા-ગોધરા નેશનલ હાઇવે નજીક કારનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ:ચાલકનું ગંભીર ઇજાથી મૃત્યુ:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા:મોડાસા-ગોધરા નેશનલ હાઈવે રોડ ઉપર માલપુર પાસે વાત્રક પુલ નજીક ઈકો કારનું ટાયર ફાટતાં ઈકો કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર ત્રણેય ઈસમોને ઈજાઓ પહોંચી હતી.જેમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસા ખસેડાયો હતો.જયાં સારવાર દરમ્યાન મોત  નીપજયું હતું. માલપુર તાલુકાના લાલપુર ગામેથી ઈકો કારમાં અનાજ ભરી માલપુર તરફ જઈ રહી હતી.ત્યારે માલપુરના વાત્રક પુલ પાસે ઓચિંતા ઈકો કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી.જેથી કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા.અને કાર ચાલક રમેશભાઈ ખાતરાભાઈ ખાંટને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ત્યારે સારવાર દરમ્યાન રમેશભાઈ ખાતરાભાઈ ખાંટ (રહે.લાલપુર,ચોરીવાડ,તા.માલપુર)નું મોત થયું હતું.આમ  ટાયર ફાટતાં અકસ્માતની ઘટના ઘટી હતી. આમ બે દિવસમાં માલપુરમાં રોડ ઉપર બે કાર પલ્ટી જવાના બનાવો બન્યા હતા.

(5:24 pm IST)