Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદના વેપારીઓને કોરોના કાળમાં રાહતઃ એએમસીએ કોમર્શિયલ પ્રોપર્ટીના મિલ્‍કત વેરામાં 20 ટકા વળતર આપ્‍યુઃ રહેણાંક મકાનોને 10 ટકા વળતર અપાયુ

અમદાવાદઃ પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત પર  10 ટકા AMC ડિસ્કાઉન્ટની યોજના હેઠળ કરદાતાઓને 76 કરોડ રુપિયા ચુકવી દીધાનો AMCએ દાવો કર્યો છે. કોરોનાના પગલે લોકડાઉનના કારણે આ વર્ષે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષની આવક અગાઉકરતાં ઘટી હતી.તેથી રાજય સરકાર તરફથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે.

યોજના મુજબ બિન રહેણાંકવાળી મિલ્કતના જે કરદાતા 31 ઓગસ્ટ સુધીમાં 2020 21નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરેલી છે. આ જાહેરાતના પગલે કરદાતાઓને કોર્પોરેશન તરફથી 26મી ઓગસ્ટ સુધીમાં 76 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ આંકડો 31 ઓગસ્ટ સુધીમાં 100 કરોડે પહોંચે તો નવાઇ નહીં.

આ યોજના પૂર્ણ થયા બાદ કોર્પોરેશને જેટલી રકમ ડિસ્કાઉન્ટ તરીકે કરદાતાને ચૂકવી હશે તે રકમ સરકાર તરફથી કોર્પોરેશનને ચૂકવવામાં આવશે.

રાજય સરકારની ગુજરાત આત્મનિર્ભર પેકેજના 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ કોર્પોરેશને અત્યારસુધીમાં 76 કરોડ રૂપિયાનો લાભ પ્રજાને આપ્યો છે. યાને કે બિન રહેણાંક મિલ્કતના ધારકોએ 380 કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્ષ પેટે ભર્યા હોવાનું થાય છે.

કરદાતાઓને આકર્ષવા માટે કોર્પોરેશને પણ બિન રહેણાંક મિલ્કતના કરદાતાને 2020 21 સુધીનો પ્રોપર્ટી ટેક્ષ પુરેપુરો ભરીને માંગણું શૂન્ય કરાવશે તેમને સરકારના 20 ટકા બાદ થયા પછી બાકીની રકમ પર વધુ 10 ટકા એડવાન્સ ટેક્ષ રીબેટ આપવાની જાહેરાત કરી છે. આમ સોને પે સુહાગાં જેવી ઓફર કરી છે.

રહેણાંકવાળી પ્રોપર્ટી પર 10 ટકા ડિસ્કાઉન્ટ યથાવત

તે જ રીતે રહેણાંકવાળી મિલ્કત ધારકોને એડવાન્સ ટેક્ષ ભરનારાને દર વર્ષની માફક 10 ટકા ડિસ્કાઉન્ટની યોજના પણ 31 ઓગસ્ટ સુધી અમલમાં છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં 1/4/2020થી 26/8/2020 સુધીમાં કોર્પોરેશનને 498.82 કરોડની આવક થઇ છે. આ આંકડો નજીકના દિવસોમાં જ 500 કરોડને આંબી જવાની શક્યતા છે.

કયા ઝોનમાં પ્રોપર્ટી ટેક્ષની કેટલી આવક થઇ

ઝોનનું નામ           

ટેક્ષની આવક ( કરોડમાં )

મધ્ય ઝોન     

81.81

ઉત્તર ઝોન             

37.34

દક્ષિણ ઝોન            

37.63

પૂર્વ ઝોન              

42.18

પશ્ચિમ ઝોન            

140.63

ઉત્તર પશ્ચિમ ઝોન     

92.56

દક્ષિણ પશ્ચિમ ઝોન    

66.67

(5:43 pm IST)