Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરતમાં કોરોના વોર્ડમાંથી વધુ એક આરોપી ભાગી છુંટ્યો સ્પામાં કિશોરી પાસે દેહ વ્યાપાર કરાવતો આ વેપારી કોરોના પોઝિટિવ હતો

સુરત: કોરોના વોર્ડમાંથી વધુ એક આરોપી ફરાર થઈ જતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. આ વખતે મસાજ પાર્લર (Surat Spa centers raid)માં કિશોરી પાસે દેહવ્યાપારનું કામ કરાવતો આરોપી ફરાર થઈ ગયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના અલગ અલગ મસાજ પાર્લરમાં દેહવેપારનો ગોરખધંધો ચલાવતા પ્રમોદ રામગોપાલ શર્મા સામે ઉમરા પોલીસ મથકમાં એક ફરિયાદ દાખલ થઈ હતી.

વડોદરાની એક કિશોરીને જબદસ્તી પાર્લરમાં દેહવેપારનું કામ કરાવવામાં આવતું હતું. જોકે કિશોરી પાર્લર (Surat Spa centers raid)માંથી ભાગી ગઈ હતી.

એક રાહદારીની મદદથી તે સુરત શહેર પોલીસ સુધી પહોંચી હતી.

કિશોરીની ફરિયાદ બાદ પ્રમોદ શર્મા સુરત છોડી મુંબઇ ભાગી ગયો હતો.

જોકે મુંબઈથી તે પરત સુરત આવ્યો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી, જેને કારણે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ પ્રમોદનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

જે પોઝિટિવ આવતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

કોવિડના આઈસોલેશન વોર્ડમાંથી આજે સવારે 7 વાગ્યે પોલીસને હાથ તાળી આપી પ્રમોદ ફરાર થઈ ગયો હતો.

સિવિલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

જેને પગલે દોડતી થયેલી સુરત પોલીસે પ્રમોદની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વેસુ વીઆઈપી રોડ પર આવેલા મારવેલા શોપિંગ સેન્ટરમાં ચાલતા સ્પા (Surat Spa centers raid)માંથી કામ કરતી કિશોરી ત્યાંથી ભાગી સુરત રેલવે સ્ટેશન પર જતી હતી.

જો કે કિશોરી ભાગ્યા બાદ સુરતમાં તે અજાણ હોવાથી વેસુ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલ પાસે બેસીને રડી રહી હતી.

કિશોરીને રડતાં જોઈ એક રાહદારીએ ઉમરા પોલીસને જાણ કરી હતી.

ઉમરા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ દ્વારા કિશોરીની પૂછપરછ કરવામાં આવી હતી.

જેમાં કિશોરીએ ચોંકાવનારી વિગતો પોલીસને આપી હતી.

આ કેસમાં તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેનાર મુખ્ય સૂત્રધાર મુસ્કાન શેખ સહિત 4 સ્પાની મહિલા સંચાલક તથા અન્ય મળી કુલ 12 આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી.

(6:20 pm IST)