Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદનો જવાન મેરઠમાં શહીદ : પરિવારજનોમાં શોક

કાલે અમદાવાદ ખાતે પાર્થિવદેહ લાવવામાં આવશે : મેરઠની આર્મી છાવણીમાં આકસ્મિક નિધન બાદ દાંતીવાડા ખાતે બીએસએફ બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદઃ અમદાવાદના વીર સપૂત મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છે. જોકે, વીર રજનીશ પટેલનો પાર્થિવ દેહ આવતીકાલે અમદાવાદ ખાતે લાવવામાં આવશે.

              અગાઉ મૂળ પાલનપર અને અમદાવાદમાં રહેતો જવાન બંગાળમાં ફરજ દરમિયાન શહીદ થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના રહેવાસી અને પાલનપુર ખોડલા ગામના સરદારભાઈ બોકા ફરજ દરમિયાન શહીદ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બીજા દિવસે શહીદનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો. ત્યારબાદ દાંતીવાડા ખાતે સરદારભાઈ બોકાને દાંતીવાડા ખાતે બીએસએફ બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન પરિવારજનો તેમજ હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી.

(7:38 pm IST)