Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૦.૯૯ પહોંચતા ડેમના ૧૦ ગેટ ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે નર્મદા બંધ સાંજે 6:૩૦ કલાકે ૧૩૦.૯૯ ની સપાટી પર,પાણી ની આવક ૮૫ હજાર ક્યુસેક સામે જાવક ૫૦ હજાર ક્યુસેક

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આજે શુક્રવારે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે ઉપરવાસ માંથી ભારે વરસાદ થતાં પાણી ની આવક ૮૫ હજાર ક્યુસેક થતા નર્મદા ડેમની સપાટી ૧૩૦.૯૯ મીટરે પહોંચી હતી.જેના કારણે આજે ૧૦ ગેટ ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સરદાર સરોવર નર્મદા ડેમ ના જળસ્તર માં સતત વધારો નોંધાઇ રહ્યો છે, ઉપરવાસ માં સતત વરસાદ થતાં ડેમ માં પાણી છોડવાનુ શરૂ કરાયું હતું આમ તો ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે.પણ આવક વધતા આજે ડેમ ની સપાટી ૧૩૦.૯૯ મીટરે પહોંચી હતી.હાલ રિવરબેડ પાવર હાઉસ નું 200 મેગાવોટ ના પાંચ ટરબાઇન ચાલુ કરી એક હજાર મેઘા વોટ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.

નર્મદા ડેમ ના મુખ્ય ઈજનેર કાનુંગા સાહેબના જણાવ્યા મુજબ ઉપરવાસ માં ભારે વરસાદ હોવાના કારણે શુક્રવારે નર્મદા ડેમ માંથી પાણી છોડવા આવ્યું છે.હાલ સાંજે ૬.૩૦ વાગે ડેમની સપાટી ૧૩૦.૯૯ મીટર જોવા મળી છે.અને ૧૦ ગેટ ખોલી ૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(7:44 pm IST)