Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

તરોપા બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ એ ઓછી બસોના કારણે રસ્તા પર બેસી બસો અટકાવતા પોલીસ દોડી

અનિયમિત અને ઓછી બસના રૂટ હોવાના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પહોંચી ન શકતા હોવાથી આંદોલન ના મૂડમાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોના ખાડે ગયેલા વહીવટ ના કારણે મુસાફરો ને તકલીફ વેઠવી પડે છે જેમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર ઉપર તેની માઠી અસર પડતી હોવાથી સવારે તરોપા ગામના બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોઈ ઉભેલા 100 થી વધુ વિદ્યાર્થીઓ એ બસ ઉભી ન રહેતા રસ્તા ઉપર બેસી આંદોલન છેડયું હતું.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તરોપા ગામના બસ સ્ટેન્ડ પર આજુબાજુના સાત આઠ ગમના વિધાર્થીઓ આવે છે તેઓ રાજપીપળા અલગ અલગ શાળામાં અભ્યાસ કરવા જાય છે પરંતુ લોકડાઉન માં બંધ કરાયેલી બસો હાલ શાળા કોલેજો ખુલ્યા બાદ પૂરતા પ્રમાણમાં ચાલુ ન કરતા તકલીફ પડતી હોય અમે આ માટે રજુઆત કરી હોવા છતાં બસના રૂટ ન વધારતા આજે અમે રસ્તા રોકો આંદોલન કરી બસો અટકાવી હતી.
જોકે આમલેથા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો પરંતુ શાળાઓ માટે એસટી ના પૂરતા રૂટ શરૂ કરવા જરૂરી હોય ડેપો મેનેજર આ બાબતે કાર્યવાહી કરે તેવી માંગ છે.

(12:31 am IST)