Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદના ચાંદલોડિયામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ

અમદાવાદ : આજે સવારથી ભારે વરસાદના કારણે સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ થયો હતો. સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો  અમદાવાદમાં વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં સૌથી વધુ બે કલાકમાં બે ઈંચ વરસાદ ચાંદલોડિયામાં ખાબક્યો હતો.

 ઉપરાંત શહેરમાં સરખેજ, જુહાપુરા અને બોપલમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગોતામાં સવા ઈંચ અને સાયન્સસિટી વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ થયો છે. પાલડી, ઉસ્માનપુરા અને સાબરમતીમાં અડધો ઈંચ તો મણિનગરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે

(11:42 am IST)