Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદમાં બે ટોચના બિલ્ડર ગ્રુપ ઉપર ઈન્કમટેકસનું મેગા સર્ચ : ૨૨ સ્થળોએ તપાસ

નામાંકિત બિલ્ડર્સ રાજેશ બ્રહ્મભટ્ટ, સ્વાતિ ગ્રુપના અગ્રવાલ અને સહયોગી પેઢીઓના ૨૨થી વધુ સ્થળો ઉપર ૧૦૦થી વધુ આયકર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૨૮ : છેલ્લા એક માસથી ગુજરાતની ઈન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઈન્કમટેકસ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી વેગવાન કરી છે. રાજકોટમાં આર.કે. ગ્રુપ બાદ અમદાવાદમાં રીયલ એસ્ટેટ ગ્રુપ અને સુરતમાં ઉદ્યોગકારો ઉપર દરોડા પાડી કરોડ રૂપિયાની બિનહિસાબી રકમ ઝડપી પાડી હતી.

આજે સુરતમાં ટોચના બે બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા રીયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામેલ હતો. સુરતના નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ, સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલ, સહયોગી પેઢી, બ્રોકર મળી કુલ ૨૨ સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના બિલ્ડર સાઈટ, ઓફીસ, રહેઠાણ સહિતના સ્થળોએ ૧૦૦થી વધુ આયકર અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)