Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સરહદી બનાસકાંઠા જીલ્લામાં ડ્રગ્‍સની હેરાફેરીનું દુષણ વધ્‍યુઃ લકઝરી બસમાં રાજસ્‍થાન તરફ લઇ જવાતા 26 લાખના એમ.ડી. ડ્રગ્‍સ સાથે 2 રાજસ્‍થાની ઝડપાયા

26.33 લાખનો મુદ્દામાલ જપ્‍ત કરીને તપાસનો ધમધમાટ

બનાસકાંઠા: સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે.  જેને પગલે બાતમીના આધારે પાલનપુર SOG પોલીસે લકઝરી બસ માંથી રાજસ્થાન તરફ લઈ જવાત 26 લાખ રૂપિયાના મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે રાજસ્થાનના શખ્સોની અટકાયત કરી ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદથી લકઝરી બસમાં રાજસ્થાન તરફ બે શખ્સો લાખોની કિંમતનું મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ લઈને જઈ રહ્યા હોવાની બાતમી પાલનપુર SOG પોલીસને મળતાં પાલનપુર SOG અને પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુર શહેરના હાઇવે પરના એરોમા સર્કલ પાસે અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને થોભાવી તેમાં તલાસી લેતાં ડ્રગ્સના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ બંને શખ્સો પાસેથી 260 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી)ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

જેની બજાર કિંમત 26 લાખ રૂપિયા જેટલી થાય છે, પોલીસે રાજસ્થાનના બે આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને મોબાઈલ સહિત 26.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની અટકાયત કરી છે તેમજ આ નેટવર્કમાં કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ કોઈ નેચરલ ડ્રગ્સ નથી તેને લેબમાં તૈયાર કરવામાં આવતું હોવાથી તેની 1 ગ્રામ ડ્રગ્સની  બજાર કિંમત 10 હજાર રૂપિયા જેટલી થાય છે,અને તેના નેટવર્કના તાર ગુજરાત બહાર જોડાયેલા છે. જોકે હાલ તો પોલીએ ઝડપાયેલા બે આરોપીઓ સહિત એક અન્ય આરોપી મળી ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની અટકાયત કરી છે આ ડ્રગ્સ બહુ મોંઘું છે તે લેબમાં બને છે અને તેના તાર ગુજરાત બહાર છે. પાલનપુર SOG પોલીસે બાતમીના આધારે લકઝરી બસમાં લઈ જવાતું 260 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

1 - ગોરખારામ ખેંગારરામ જાટ -રહે,બાસડાઉ ,તા-ચોહટન, જિલ્લો -બાડમેર -રાજસ્થાન

2 -જોગારામ ગુમનારામ જાટ -રહે -ઇસરોલ ,તા-ચોહટન -જિલ્લો -બાડમેર -રાજસ્થાન

અન્ય આરોપી રાજસ્થાનનો

3 -દિનેશ વિશ્ર્નોઈ -રાજસ્થાન

(4:34 pm IST)