Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અરવલ્લી જિલ્લામાં કરંટ લાગવાથી 14 તાલુકામાં 56 પશુઓના મોતથી અરેરાટી

અરવલ્લી : જિલ્લામાં દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા આપત્તિના સમયે મદદની તૈયારીઓ કરવામાં આવતી હોય છે છતાં માનવ મૃત્યુ અને પશુ મૃત્યુના બનાવ અચૂક ચોમાસા દરમ્યાન નોંધાતા હોય છે. જિલ્લામાં આ વર્ષે આકાશી આફતના રુપમાં વીજળીનું ભયાવહ સ્વરુપ વરસાદ સમયે જોવા મળ્યું. તેમાંય જમીનમાં કરંટ ઉતરવાના કારણે મોતના કિસ્સા સામે આવતા હોય છે. જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓમાં વીજળી આફત બનીને વરસી. કોરોનાના કારણે પશુપાલકો પાયમાલ થયા હતાસંક્રમણ હળવું થયું અને કેટલાક પશુપાલકોની માઠી દશા બેઠી હોય તેમ ચોમાસા દરમ્યાન વીજળી પડતાં પ૪ પશુઓ પૈકી મોટાભાગના દૂધાળા પશુના મોત નિપજતાં આવા પરિવારો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. પશુ મૃત્યુ સહાય તેમજ મકાનોના અંશત નુક્સાનના સર્વે પછી પરિવારજનોને સહાય માટે તંત્ર દ્વારા તજવીજ શરુ કરવામાં આવી છે.

પાછલા ર૪ કલાક દરમ્યાન સારા વરસાદની સાથે આકાશમાંથી આફતના રુપમાં વીજળી ત્રાટકતાં વધુ ૪ પશુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યાના અહેવાલ છે.

(6:50 pm IST)