Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડોદરા નજીક આજોડ ગમે સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીને કપિરાજે બચકા ભારત ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા : શહેર અને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાંદરાઓનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના સીમાડે આવેલા દશરથ ગામથી માંડ એક કિલોમીટરના અંતરે આવેલા આજોડ ગામે સાડા ત્રણ વર્ષની પ્રાંશી પંડ્યા ઘર આંગણે ઓટલા પર રમતી હતી. આ દરમ્યાન લડતા લડતા બે કપિરાજ ત્યાં આવી પહોંચ્યા હતા. બે પૈકી એક કપિરાજે પ્રાંશીને ઉઠાવી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અન્ય બાળકોએ બુમાબુમ કરતાં વાંદરો પ્રાંશીને બચકા ભરી નાસી ગયો હતો. કપિરાજના હુમલાથી ગંભીર રીતે ઘાયલ પ્રાંશીને છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં પ્રાંશીને સારવાર દરમ્યાન 60 થી વધુ ટાકા લેવાની ફરજ પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજોડ ગામમાં કપિરાજોની ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગ્રામજનો કપિરાજોના ત્રાસથી મુક્ત થાય એવી કાર્યવાહી પંચાયત તરફથી થાય એ ઇચ્છનીય છે.

(7:00 pm IST)