Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ઔપચારીક રીતે કોંગ્રેસમાં જોડાઇ નથી શકતો, પરંતુ ૨૦૨૨ની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પર જ લડીશ: જીગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણીએ વધુમાં કહ્યુ કે હું એક અપક્ષ ધારાસભ્ય છું, માટે ઔપચારીક રીતે કોંગ્રેસમાં જોડાઇ નથી શકતો પરંતુ 2022ની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પર જ લડીશ અને તેની માટે કેમ્પેઇન કરીશ. આજે રાષ્ટ્રીય સ્તર પર જે થઇ રહ્યુ છે, તે બધુ અમે ગુજરાતમાં ઝેલી ચુક્યા છીએ. આજે ભાઇ-ભાઇ એક બીજાના દુશ્મન બની જાય એટલુ ઝેર, નફરત સમજી વિચારેલા ષડયંત્ર હેઠળ નાગપુર અને દિલ્હી ફેલાવી રહ્યા છે. આ દેશ, બંધારણ, લોકતંત્ર અને આઇડિયા ઓફ ઇન્ડિયાને બચાવવુ છે.

(7:28 pm IST)