Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો અંત:પોલીસે દબાણો દુર કર્યા

ખેડા જિલ્લા પોલીસ વડા અર્પિતા પટેલના માર્ગદર્શનથી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન પીઆઇ એચ.જે.ભટ્ટની ટીમે દબાણો દૂર કરતા જિલ્લા પોલીસની સ્થાનિકોમાં પ્રશંસા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :  ખેડા જિલ્લા પોલીસ વડા અર્પિતા પટેલના માર્ગદર્શનથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા પોલીસ મેદાને પડી હતી અને લોક સમસ્યાનો અંત કઈ રીતે આવે તે ફરજ અદા કરી હતી ખેડા જિલ્લા પોલીસ વડા અર્પિતા પટેલ ખેડા જિલ્લામાં સારી નામના ધરાવનાર અધિકારી છે લોકોની સમસ્યાનો તત્કાલ નિરાકરણ કેમ આવે તે જ તેનો ઉદ્દેશ છે વલસાડ જિલ્લામાં પણ ટ્રાફિકની સમસ્યા બહુ હતી પણ વલસાડ સીટી પીઆઇ તરીકે  એચ.જે.ભટ્ટએ ચાર્જ સંભાળ્યા બાદ વલસાડ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું તેમજ પીઆઇ એચ.જે.ભટ્ટની વલસાડ થી બદલી થતા પત્રકાર વેલ્ફેર એસોસીએશન એ પણ વલસાડમાં ફરજ બજાવી ચૂકેલા પી.આઈ એચ.જે.ભટ્ટનું સન્માન કર્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા હસ્તે સન્માન કરાયું હતું તેમજ પોલીસ વિભાગના ડીવાયએસપી તેમજ પત્રકારો હાજર રહી મોમેન્ટ આપી વિદાય આપી હતી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવ્યા બાદ  પીઆઇ એચ.જે.ભટ્ટ તેમજ પોલીસ જવાનોએ લોક સમસ્યાનો અંત લાવવા માટે ટાઉનહોલ ,લાઇન્સ પોલીસ ચોકી સિવિલ હોસ્પિટલ તેમજ અનેક વિસ્તારોમાં પોતે  પેટ્રોલિંગ કરી અને વાહનો ઉપાડ્યા હતા અને બીજી વાર વાહનો પાર્ક કરશો તો કાર્યવાહી કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

(9:25 pm IST)