Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સાયબર ફ્રોડ ઘટવાને બદલે વધ્યા :અમદાવાદમાં સાયબર ફ્રોડના 242 ગુનામાં માત્ર 0.05 ટકા રકમ જ પરત મળી: ગ્યાસુદ્દીન શેખ

રાજ્ય છેલ્લા ત્રણ વર્ષમાં 1, 436 નાગરિકો સાથે રૂ. 629.65 કરોડના સાયબર ફ્રોડ થયા :માત્ર અમદાવાદમાં 432 નાગરિકો સાથે રૂ. 596.63 કરોડના સાયબર ફ્રોડ

અમદાવાદ શહેર અને જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવો અંગેનો ગઈકાલે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તાફરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર-જિલ્લામાં સાયબર ફ્રોડના 242 બનાવો નોંધાયા છે, તે પૈકી 291 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવો પૈકી માત્ર બે વ્ય,ક્તિતને રૂ. 1,19,300ની રકમ પરત મળી છે, જ્યા-રે રૂ. 22, 03, 86, 439ની રકમ પરત આપવાની બાકી છે, એટલે કે 242 બનાવોમાં માત્ર 0.05 % રકમ જ પરત અપાવી શકી છે.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુંમ હતું કે, રાજ્ય છેલ્લા ત્રણ વર્ષમાં 1, 436 નાગરિકો સાથે રૂ. 629.65 કરોડના સાયબર ફ્રોડ થયા છે, જેમાં માત્ર અમદાવાદમાં 432 નાગરિકો સાથે રૂ. 596.63 કરોડના સાયબર ફ્રોડ થયા છે. રાજ્ય સરકારે સાયબર ફ્રોડ ડામવા માટે સાયબર પોલીસ સ્ટેશનોની સ્થાપના કરી છે, તેમાં સ્ટાફ મૂક્યો છે, છતાં સાયબર ફ્રોડ ઘટવાને બદલે સતત વધતા જાય છે અને પોલીસ તેનો ભેદ ઉકેલી શકતી નથી. રાજ્યની પોલીસ સાયબર ફ્રોડના ગુના ઉકેલવામાં સદંતર નિષ્ફનળ રહી છે.

કોરોના કાળમાં રાજ્યના નાગરિકો મંદી-મોંઘવારી-બેકારીમાં હોમાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં સાયબર ફ્રોડનો પણ ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર ડીજીટલ ઈન્ડિયાની વાતો કરે છે અને પ્રજા ડીજીટલ ફ્રોડનો ભોગ બની રહી છે. સાયબર સલામતીની વાતો કરતી સરકાર પ્રજાને સાયબર ફ્રોડથી બચાવી શકતી નથી. સાયબર ફ્રોડના ગુનાઓ સત્વરે ઉકેલાય અને તેનો ભોગ બનનાર નિર્દોષ નાગરિકોને તેમની રકમ સત્વરે પરત મળે તેવી કાર્યવાહી માટે પોલીસને તાકીદ કરવા ગ્યાસુદ્દીન શેખે સરકાર સમક્ષ માંગણી કરી હતી.

(10:30 pm IST)