Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સફળતા:વડોદરાના ભાદરવા ગામે રીક્ષા ચાલકને લૂંટી લેવાનો ભેદ ઉકેલાયો

યે ચોર મચાએ શોરનો અંત:વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી પીએસઆઇ બી.એન.ગોહિલની ટીમે ગુનો ઉકેલી લૂંટારૂઓને પકડી પાડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં અનેક ગુનેગારોને જૈર કરી વડોદરા ગ્રામ્ય વિસ્તારના ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.એન. ગોહિલએ કોઈ પણ ચમરબંધી છોડ્યા ના હતા પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી.એન. ગોહિલએ ખૂબ જ લોક ચાહના મેળવી હતી સાવલી તાલુકાની ભાદરવા ગામની હદમાં આવેલા ભઠ્ઠા પર જવું છે. તેમ કહી ભાડેથી રીક્ષા નક્કી કરી મુસાફરોના સ્વાંગમાં રીક્ષા ચાલકોને રસ્તામાં ગળા પર બ્લેડ મૂકી મોબાઇલ તેમજ રોકડની લૂંટ કરી ફરાર થઇ જવાના પ્રકરણમાં ભાદરવા પોલીસે બે લબરમુછીયા લુટારુઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા વધુ એક લૂંટનો ભેદ ખુલવા પામ્યો છે.ભાદરવા પોલીસ મથકે ગતરોજ ફરિયાદી સંજયભાઈ ગણપતભાઇ માળી રહે. દોડકા ટાંકીવાળું ફળીયુ તાલુકો સાવલીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે, ગત 26 સપ્ટેમ્બર 2021ના રોજ સવારે 11 વાગે તે પોતાની રીક્ષા લઈને નંદેશરી ચોકડી ઉભો હતો.

ત્યારે બે ઈસમોએ સાવલીના ભાદરવા નજીક આવેલા ઇટોના ભઠ્ઠા જવા માટેનું નક્કી થયું હતું. જે પેટે અઢીસો રૂપિયા ભાડું નક્કી કરેલ હતું અને પોતાની રીક્ષા નંબર GJ 06 AY 1797 લઈને ભાદરવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ બપોરના બાર વાગ્યાના સુમારે ભાદરવા નજીક રાયસંગ પીરની દરગાહ નજીક આવેલી નાળ તરફ રિક્ષાવાળા વળાવી હતી અને ત્યારબાદ રીક્ષામાં બેઠેલા બે મુસાફરો પૈકી એકે રિક્ષાચાલકના ગળા પર બ્લેડ મૂકીને મોબાઈલ અને રોકડ 500 રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સદર બાબતની ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને ચાણક્ય બુધ્ધી ધરાવતા ભાદરવા પી.એસ.આઇ બી. એન.ગોહિલે સદર બનાવને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ભાદરવા પીએસઆઇને બાતમી મળતા બે લબરમુછીયા લૂંટારૂ ઓની ધરપકડ કરી હતી. 1 શહેર રેજા સાજીદ પઠાણ ઉ 22 .2 રાહિર સાજીદ પઠાણ ઉ 21 મૂળ રહે ઉત્તર પ્રદેશ ગામ ગુડ સાઈઝ ગંજ જિલ્લો કનોજ હાલ રહે છાણી આશાપુરી વડોદરા બંને સગા ભાઈઓની ધરપકડ કરી હતી.બંને પકડાયેલ ભાઈઓને પોલીસ દ્વારા કડક હાથે પૂછપરછ કરતા બે દિવસ અગાઉ પણ વધુ એક લૂંટને આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરવાની ઘટનાની કબૂલાત કરી હતી. પોલીસે બે દિવસ અગાઉ ભોગ બનનાર શાહરૂખ નાસીરભાઈ વાઘેલા રહે છાણી નંદ નગર સોસાયટી આગળ હરિધામ સોસાયટી સોખડાની ફરિયાદ લઈને વધુ એક લૂંટનો ગુનો નોંધ્યો છે.યે ચોર મચાએ શોરનો અંત વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી પીએસઆઇ બી.એન.ગોહિલની ટીમે ઉકેલી નાંખ્યો હતો

(11:23 pm IST)